અંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 8મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો, 51 નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા

ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 51 જેટલા નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા

New Update
અંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 8મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો, 51 નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા

ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું ભવ્ય આયોજન

8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024નું આયોજન

સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલો પ્રભુતામાં ડગલાં માંડ્યા

સંતો-મહંતો સહિતના આમંત્રિત મહેમાનો રહ્યા ઉપસ્થિત

નવયુગલોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અર્પણ કરાય

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 51 જેટલા નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા હતા. અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજે તા. 4 ફેબ્રુઆરીના રોજ દીવા રોડ પર આવેલ જૂની દીવી સ્થિત ગુપ્તા ફાર્મ ખાતે આયોજિત 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. વરરાજા સહિત જાનૈયાઓ વાજતે ગાજતે લગ્ન સ્થળે પહોચ્યા હતા..

જ્ય હિન્દુ ધર્મમાં લગ્ન પ્રસંગે કરવામાં આવતી તમામ ધાર્મિક વિધિ સાથે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો. જેમાં 51 જેટલા નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડી લગ્નજીવનની કેડી કંડારી છે, ત્યારે આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, હિન્દુ ધર્મ સેના સંરક્ષણ ગુજરાતના માધવ પ્રિય સ્વામી, રાજકોટના કથાકાર હરિકીશન દાસ બાપુ, જુના દીવા-અંકલેશ્વરના મહંત હરિચરદાસ મહારાજ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.

Latest Stories