અંકલેશ્વર: બે અલગ અલગ બનાવમાં યુવાનોએ ગળે ફાંસો લગાવી જીવન લીલા સંકેલી,જુઓ શું છે મામલો

૨૪ કલાકમાં બે અલગ અલગ વિસ્તારમાં બે આશાસ્પદ યુવાનોએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

New Update
અંકલેશ્વર: બે અલગ અલગ બનાવમાં યુવાનોએ ગળે ફાંસો લગાવી જીવન લીલા સંકેલી,જુઓ શું છે મામલો

અંકલેશ્વરમાં ૨૪ કલાકમાં બે અલગ અલગ વિસ્તારમાં બે આશાસ્પદ યુવાનોએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મૂળ હાંસોટ તાલુકાના કંટીયાજાળના અને હાલ અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલી માં રેસિડેન્સીમાં રહેતા મોન્ટુ પટેલ નામના યુવાનને ગતરોજ પોતાના ઘરમાં એકલો હતો તે સમયે અગમ્ય કારણોસર પંખા સાથે ફાંસો લગાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.મિત્રએ તેને ફોન કરતા તેણે ફોન નહિ ઉપાડતા મિત્રોએ તપાસ કરતા તે ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો.આ અંગે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

જયારે આજરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇન્ડોકેમ એસ્ટેટની પૂનમ એન્ટર પ્રાઈઝના પ્લોટ પર શ્રમિક કોલોનીના રૂમમાં વધુ એક પરપ્રાંતીય યુવાને અગમ્ય કારણોસર દોરી વડે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો આ અંગે શ્રમિકોએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક યુવાનના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે મૃતકના રૂમમાંથી મળેલ પાનકાર્ડમાં તેનું નામ દીપક નાયક હોવાનું જણાવ્યા મળ્યું છે.

Latest Stories