Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલને તિબડેવાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રૂ. 10 લાખનું અનુદાન અપાયું...

જયાબેન મોદી હોસ્પીટલ અંકલેશ્વર સહિત આસપાસના ગામડાઓમાંથી આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે

X

વર્ષ 1983થી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી હોસ્પિટલ

જયાબેન મોદી હોસ્પીટલ ગ્રામીણ દર્દીઓ માટે આશીર્વાદરૂપ

શ્રીમતી સ્નેહલતા તિબડેવાલના સ્મરણાર્થે અપાયું અનુદાન

કિડની ડાયાલિસિસ મશીન માટે રૂ. 10 લાખનું અનુદાન

જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરાયો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને કિડની ડાયાલિસિસ મશીન માટે શ્રી એમ.એમ.તિબડેવાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 10 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલ વર્ષ 1983થી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવે છે.

જયાબેન મોદી હોસ્પીટલ અંકલેશ્વર સહિત આસપાસના ગામડાઓમાંથી આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે, ત્યારે શ્રીમતી સ્નેહલતા તિબડેવાલના સ્મરણાર્થે શ્રી એમ.એમ.તિબડેવાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને કિડની ડાયાલિસિસ મશીન માટે રૂ. 10 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંતોષ તિબડેવાલે જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી આ હોસ્પિટલ દ્વારા દર્દીઓને ઉત્તમ સેવાઓ આપવામાં આવે છે. ખાસ કરીને ગરીબ, ગ્રામીણ, શહેરી અને આદિવાસી વિસ્તારના દર્દીઓને આ હોસ્પિટલ દ્વારા ગુણવત્તાની આરોગ્ય સેવા આપવામાં આવે છે.

આ સાથે જ એમ.એમ.તિબડેવાલ ચેરીટેબલ ટ્રસ્ટ હંમેશા સારા હેતુ માટે હોસ્પિટલને મદદરૂપ થશે તેવું જણાવ્યુ હતું. શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણીએ જણાવ્યું હતું કે, તિબડેવાલ પરિવાર અને તેમના સહયોગથી આગાઉ પણ કેન્સર હોસ્પિટલને ઉમદા સહયોગ સાંપડ્યો છે. આ પ્રસંગે શ્રી અભિનવ તિબડેવાલ, રાજુ તિબડેવાલ, મહેશ તિબડેવાલનો શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના ઉપાદ્યક્ષ ડો. આત્મિ ડેલીવાલાએ સર્વ મહેમાનોનો આભાર માન્યો હતો.

Next Story