અંકલેશ્વર: GIDCમાં રોટરી મહિલા સશક્તિકરણ કેન્દ્રનું લોકાર્પણ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અંબે ગ્રીન સોસાયટી પાસે ધનરાજ રોટરી મહિલા સશક્તિકરણ કેન્દ્રનું આજરોજ લોકાર્પણ કરાયું.

New Update
અંકલેશ્વર: GIDCમાં રોટરી મહિલા સશક્તિકરણ કેન્દ્રનું લોકાર્પણ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અંબે ગ્રીન સોસાયટી પાસે ધનરાજ રોટરી મહિલા સશક્તિકરણ કેન્દ્રનું આજરોજ લોકાર્પણ કરાયું.

રોટરી કલબ ઓફ અંકલેશ્વર અને ઇનર વ્હીલ કલબ ઓફ અંકલેશ્વર દ્વારા મહિલા ઉત્થાન માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે સીવણ ક્લાસની તાલીમ મેળવી મહિલાઓ પગભર થાય તે માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અંબે ગ્રીન સોસાયટી પાસે ધનરાજ રોટરી મહિલા સશક્તિકરણ કેન્દ્રનું આજરોજ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિહિર દવે,ડિસ્ટ્રિક્ટ ચેરમેન 3060 તેજલ દેસાઇના હસ્તે રીબીન કટિંગ થકી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રમુખ કૈલાશ ગજેરા,ઘનશ્યામ ગજેરા,હરશાબેન જાકરીયા તેમજ સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી.

Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું