Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : કોમન પ્લોટ બચાવવા સ્થાનિકોની લડત જારી, પ્રતિક ધરણા યોજયાં

અંકલેશ્વર જીઆઇડીસીમાં નિયમ ચોકડી પાસે કોમન પ્લોટની જગ્યા હેતુફેર કરી શૈક્ષણિક સંસ્થાને ફાળવી દેવામાં આવતાં સ્થાનિક રહીશો આંદોલન ચલાવી રહયાં છે.

X

અંકલેશ્વર જીઆઇડીસીમાં નિયમ ચોકડી પાસે કોમન પ્લોટની જગ્યા હેતુફેર કરી શૈક્ષણિક સંસ્થાને ફાળવી દેવામાં આવતાં સ્થાનિક રહીશો આંદોલન ચલાવી રહયાં છે. જેના ભાગરૂપે સોમવારે પ્રતિક ધરણા યોજવામાં આવ્યાં.

અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં નિયમ ચોકડી નજીક કોમન પ્લોટની કેટલીક જમીન સ્થાનિક શૈક્ષણિક સંસ્થાને ફાળવી દેવાતા વિવાદ ઊભો થયો છે. નોટીફાઇડ એરીયા ઓથોરીટીએ કોમન પ્લોટ નં. 7નો એક તૃતિયાંશ ભાગ શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવ્યો છે. આ ફાળવણી સામે કોમન પ્લોટની આસપાસ આવેલી 15 થી 20 સોસાયટીના રહીશો વિરોધ કરી રહયાં છે. સ્થાનિક રહીશો આ સ્થળે બગીચો કે જોગર્સ પાર્ક બનાવવાની માંગ કરી રહયાં છે. કોમન પ્લોટની ફાળવણી રદ કરવાની માંગણી સાથે રહીશો વિશાળ રેલી પણ યોજી ચુકયાં છે તેમજ મુખ્યમંત્રી સુધી પણ રજુઆત કરાય છે તેમ છતાં પ્રશ્નનું કોઇ નિરાકરણ આવ્યું નથી. સોમવારના રોજ સ્થાનિકોએ ધરણા યોજી નોટીફાઇડ એરિયાના અધિકારીઓના અકકડ વલણ સામે આક્રોશ ઠાલવ્યો હતો.

Next Story