અંકલેશ્વર : ગડખોલ ગામની સાંઈદર્શન સોસાયટીમાં મોબાઈલની ચોરી કરતા ઈસમને સ્થાનિકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો...

New Update
અંકલેશ્વર : ગડખોલ ગામની સાંઈદર્શન સોસાયટીમાં મોબાઈલની ચોરી કરતા ઈસમને સ્થાનિકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ મીઠા ફેકટરી પાછળ સાંઈ દર્શન સોસાયટીમાંથી મોબાઈલ ફોનની ચોરી કરતા ઈસમને સ્થાનિકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો હતો.

મળતી માહીતી અનુસાર, અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ મીઠા ફેકટરી પાછળ સાંઈ દર્શન સોસાયટીમાં મોબાઈલ ફોનની ચોરી કરતા એક ઈસમને રહીશોએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જે અંગે સ્થાનિકોએ અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, જ્યાં લોકટોળા વચ્ચેથી મૂળ બિહારના અને હાલ સાંઈ દર્શન સોસાયટીમાં ભાડેથી રહેતા શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે તેના પાસે રહેલ 5 નંગ મોબાઈલ ફોન જેની કિંમત રૂ. 14 હજારના બીલ માંગતા તેણે આનાકાની કરતા તેની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest Stories