અંકલેશ્વર : શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાદેવ ઇલેવનનો ભવ્ય વિજય...

જેની ફાઇનલ મેચ અંકલેશ્વર મહાદેવ ઇલેવન અને વડોદરાની સુલતાન ઇલેવન વચ્ચે યોજાઈ હતી.

અંકલેશ્વર : શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાદેવ ઇલેવનનો ભવ્ય વિજય...
New Update

અંકલેશ્વરના શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ તેમજ અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ અને પંચાતી બજાર મહાદેવ ઇલેવન દ્વારા પ્રતિ વર્ષે સમાજના યુવાનો ભેગા થઇ એક બીજાના પરિચયમાં આવે તે માટે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ગત રવિવારના રોજ હરિદર્શન સોસાયટી પાસે આવેલા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સુરત, ગોધરા, વડોદરા, નવાપુર સહીતના જિલ્લામાંથી રાણા સમાજની 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.

જેની ફાઇનલ મેચ અંકલેશ્વર મહાદેવ ઇલેવન અને વડોદરાની સુલતાન ઇલેવન વચ્ચે યોજાઈ હતી. જેમાં સુલતાન ઇલેવનએ પ્રથમ દાવ લેતા 8 ઓવરમાં 78 રન કર્યા હતા. જેના જવાબમાં મહાદેવ ઇલેવનએ 3 વિકેટ ગુમાવી 79 રનનો લક્ષ્ય પાર કરી 7 વિકેટથી ફાઇનલ મેચ અને ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી લીધી હતી. વિજેતા ટીમને શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ અને રાજસ્થાની સમાજ અગ્રણી ભવાની સિંગ, સામાજિક આગેવાન ધર્મેશ ચાવડા, અંકલેશ્વર સમસ્ત રાણા સમાજના પૂર્વ પ્રમુખ શંકર રાણા, અંકલેશ્વર નગરપાલિકા સભ્ય જોશના રાણાના હસ્તે ટ્રોફી અને રોકડ પુરષ્કાર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ-અંકલેશ્વરના પ્રમુખ ધર્મેશ રાણા, ઉપપ્રમુખ કેયુર રાણા, કલ્પેશ રાણા, નીલ રાણા, મનીષ રાણા, તરુણ રાણા, નિલેશ રાણા, ગોપાલ રાણા અને અંકલેશ્વર શહેર રાણા સમાજના ઉત્સાહિત કાર્યકરો સહીત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

#Ankleshwar #cricket tournament #Sri Rana Samaj Utkarsh Mandal
Here are a few more articles:
Read the Next Article