/connect-gujarat/media/post_banners/a88ec0982f25d78c319e913cb4d82cec646d4817a509a841489ab41792ece5a2.jpg)
અંકલેશ્વરમાંથી 10 દિવસ પૂર્વે નવજાત બાળક મળી આવવાનો મામલો
પોલીસે બાળકની માતાને શોધી કાઢી
માતા અસ્થિર મગજની હોવાનું બહાર આવ્યું
પ્રસુતી બાદ સોનગઢ ખાતેથી નિકળી અંકલેશ્વર આવી પહોંચી હતી
પોલીસે મહિલાને તેના પરિવારજનોને સોંપી
બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
અંકલેશ્વરના સ્ટેશન રોડ પરથી 10 દિવસ પૂર્વે મળેલ નવજાત બાળકના મામલામાં પોલીસે તેની જેનતાને શોધી કાઢી હતી જો કે તે અસ્થિર મગજની હોવાનું બહાર આવતા સામાજિક સંસ્થાની મદદથી તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી
ગત તારીખ-24મી માર્ચના રોજ અંકલેશ્વરની ડીસન્ટ હોટલ પાસેથી માત્ર દોઢ દિવસનું નવજાત બાળક ત્યજી દીધેલ હાલતમાં મળી આવ્યું હતું જે બાળકીને અંકલેશ્વરની મમતા હોસ્પિટલમાં ખસેડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નજીકના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બાળકની માતાને શોધી કાઢી હતી જે મહિલા અસ્થિત મગજની હોવા સાથે તેણીને પ્રથમ ભરૂચની સખી વન સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાને રહેવાની તકલીક ઊભી થતાં જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રજનીશસિંગ અને પોલીસ દ્વારા સુરતની માનવ સેવા ટ્રસ્ટ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાની સારવાર બાદ તે મધ્યપ્રદેશની રહેવાસી હોવા સાથે તે સુરતમાં ઈંટના ભઠ્ઠા ઉપર કામ અર્થે આવી હતી જેથી પોલીસે અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા મહિલાના પરિવારનો સંપર્ક કર્યો હતો અને આજરોજ તેણીને પરિવાર સાથે મિલન કરાવ્યુ હતુ.પોલીસ દ્વારા બાળકને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું જ્યાં તે હાલ સ્વસ્થ છે.આ અંગે પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.રાઠોડે જણાવ્યું હતું કે મહિલા અસ્થિર મગજની હોવાથી તે સોનગઢ તેના સાસરેથી પ્રસૂતી બાદ કોઈને પણ જાણ કર્યા વગર નિકળી ગઈ હતી અને આકસ્મિક રીતે અંકલેશ્વર આવી પહોંચી હતી બાદમાં બાળકને ત્યજી દીધુ હતું.આ મામલે મહિલાનું મેડિકલ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.