Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા 500 ક્વોટર્સ વિસ્તારમાં મહા શ્રમદાન હાથ ધરાયું…

અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા 500 ક્વોટર્સ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત સ્થાનિકો જોડાયા

X

અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા મહા શ્રમદાન

500 ક્વોટર્સ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિકો જોડાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા 500 ક્વોટર્સ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત સ્થાનિકો જોડાયા હતા. સ્વચ્છતા ત્યાં પ્રભુતા” એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જીવન મંત્ર હતો. ગાંધીજી વ્યક્તિગત અને સામુહિક સ્વચ્છતાના જીવનભર આગ્રહી હતા, ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અનેક અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે. જેમાંથી એક પહેલ ગણાવી શકાય તેવું અભિયાન હતું સ્વચ્છતા અભિયાન, જ્યારે PM મોદીએ આ અભિયાન શરૂ કર્યું, ત્યારે દેશની જનતાને એવું આહવાન કર્યું હતું કે,

સ્વચ્છતા અભિયાનમાં જોડાવ અને દેશને સ્વચ્છ બનાવો, ત્યારે આ અભિયાન અંતર્ગત અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા 500 ક્વોટર્સ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. સ્વચ્છતા હી સેવા અંતર્ગત મંડળના તમામ સભ્યોએ સફાઈ કાર્યમાં જોડાઈ પોતાનું યોગદાન આપ્યું હતું. જેમાં AIA પ્રમુખ જશુ ચૌધરી, મહામંત્રી અલ્પેશ પટેલ, ઉપપ્રમુખ નિલેશ પટેલ, ખજાનચી વિજયભાઈ, મહિલા મોરચાના બહેનો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા.

Next Story