અંકલેશ્વર: ONGC ઓવરબ્રિજના ગરનાળાના નીચેનો માર્ગ શરૂ કરાયો, વાહનચાલકોને મળી મોટી રાહત

અંકલેશ્વરમાં ઑ.એન.જી.સી.બ્રિજના ગરનાળાના માર્ગને આજથી શરૂ કરી દેવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત સાંપડી છે

New Update
અંકલેશ્વર: ONGC ઓવરબ્રિજના ગરનાળાના નીચેનો માર્ગ શરૂ કરાયો, વાહનચાલકોને મળી મોટી રાહત

અંકલેશ્વરમાં ઑ.એન.જી.સી.બ્રિજના ગરનાળાના માર્ગને આજથી શરૂ કરી દેવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત સાંપડી છે

અંકલેશ્વરના ઓએનજીસી બ્રિજના ગરનાળાને 20મી એપ્રિલથી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું હતું.જેના કારણે જુના નેશનલ હાઇવે પરથી પસાર થતાં 35 હજાર જેટલા વાહનો પિરામણ ગામવાળા રસ્તે પસાર થઇ રહ્યાં હતા. જેનાથી અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકટ બની હતી.અંકલેશ્વર ONGC ફલાયઓવર નીચે મહાવીર ટર્નિંગ પાસે આવેલું ગરનાળુ સાંકડુ પડી રહ્યું હોવાથી તેને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થતાં આજે બપોરેના સમયે આ માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે હજારો વાહન ચાલકોને રાહત સાંપડી હતી.ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેનો રસ્તો આજથી શરૂ થઇ ગયો હતો પરંતુ નેશનલ હાઇવેથી અંકલેશ્વર શહેર તરફ આવતો ONGC બ્રિજ વાળો રસ્તો 6 મહિના સુધી બંધ રહેશે. ઓએનજીસી બ્રિજના એક તરફના ભાગ પર કામગીરી શરુ કરવામાં આવશે અને બીજી તરફ માર્ગ વ્યવહાર ચાલુ કરવામાં આવશે.

Latest Stories