અંકલેશ્વર : જૂના દીવા ઓપન આંતર સમાજ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાટીદાર સમાજની ટીમનો ભવ્ય વિજય

ગુજરાતભરમાંથી પોતાના સમાજની ટીમમાં રમવા માટે અલગ અલગ વિસ્તારમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો.

New Update
અંકલેશ્વર : જૂના દીવા ઓપન આંતર સમાજ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાટીદાર સમાજની ટીમનો ભવ્ય વિજય

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂની દિવી ગામ સ્થિત રોયલ સ્પોર્ટ્સ ક્લબ ખાતે યંગ સ્ટાર ક્લબ-જુના દિવા દ્વારા આયોજિત આંતર સમાજ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-1નું તા. 25 અને 26 મે, શનિવાર અને રવિવાર એમ 2 દિવસ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં પાટીદાર સમાજ, આહીર સમાજ, રાજપૂત સમાજ, માહ્યાવંશી સમાજ, કોળી પટેલ સમાજ, માછી પટેલ સમાજ, આદિવાસી સમાજ સહિત મરાઠી સમાજના યુવા ખેલાડીઓની ટીમ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો.

ભરૂચ જીલ્લામાં પ્રથમ વખત આયોજીત ઓપન ગુજરાત આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતના પાટીદાર સમાજ, કોળી-પટેલ સમાજ, માંહ્યવંશી સમાજ, આદિવાસી સમાજ, રાજપૂત સમાજ, મરાઠી સમાજ, આહીર સમાજ અને માછી પટેલ સમાજની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતભરમાંથી પોતાના સમાજની ટીમમાં રમવા માટે અલગ અલગ વિસ્તારમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો.

જેમાં પાટીદાર સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ખૂબ રસાકસીભરી ફાઇનલ મેચ રમાય હતી. જેમાં પાટીદાર સમાજનો ભવ્ય વિજય થયો હતો. આ સાથે જ યંગ સ્ટાર ક્રિકેટ ક્લબના તમામ સભ્યો દ્વારા ટુર્નામેન્ટ સફળ આયોજન માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Latest Stories