આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ ઉત્સાહની સાથે સાથે કાયદો અને વ્યવસ્થા પણ જળવાય રહે તે હેતુથી રાજ્યભરમાં પોલીસ તંત્ર સાબદું થયું છે. તેવામાં અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોસમડી, ભડકોદરા, સારંગપુર તેમજ GIDC રહેણાંક વિસ્તારની તમામ સોસાયટીઓના પ્રમુખ, વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો, સામાજિક સેવાકીય સંગઠનના અધિકારીઓએ પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં અંકલેશ્વર GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરે તમામ લોકોને શાંતિ જાળવવા તેમજ કોઈપણ રેલી-પ્રસંગ યોજવા માટે મંજૂરી લેવા માટે નમ્ર અપીલ કરી હતી.