Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય...

આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે

X

આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.

આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ ઉત્સાહની સાથે સાથે કાયદો અને વ્યવસ્થા પણ જળવાય રહે તે હેતુથી રાજ્યભરમાં પોલીસ તંત્ર સાબદું થયું છે. તેવામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઇની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન અયોધ્યા ખાતે થનાર ઉજવણી તથા અંકલેશ્વર શહેર તેમજ GIDC વિસ્તારમાં પણ ભગવાન શ્રીરામની શોભાયાત્રા, ધૂન, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કોમી એખલાસભર્યા માહોલમાં પ્રસંગની ઉજવણી થાય તે માટે શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિતોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં આવતી ખોટી અફવાઓથી લોકોને દૂર રહેવા અને જરૂર પડે પોલીસને જાણ કરવા ડીવાયએસપી દ્વારા જણાવાયું હતું. શાંતિ સમિતિની બેઠકમાં અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઇ, અંકલેશ્વરના 4 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત મોટી સંખ્યામાં અંકલેશ્વર શહેર અને GIDC વિસ્તારમાંથી વિવિધ મંડળના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story