રીલ્સના ચક્કરમાં સ્ટંટ કરી લોકોના જીવ અધ્ધર કરનાર 6 સ્ટંટબાજોની અંકલેશ્વર પોલીસે કરી અટકાયત

New Update
રીલ્સના ચક્કરમાં સ્ટંટ કરી લોકોના જીવ અધ્ધર કરનાર 6 સ્ટંટબાજોની અંકલેશ્વર પોલીસે કરી અટકાયત

અંકલેશ્વરમાં ચાલુ કારે જોખમી સ્ટંટ કરી બીજાના જીવ જોખમમાં મુકતા 6 નબીરાઓનો વિડીયો વાયરલ હતો ફેમશ થવાના ચક્કરમાં લોકો સોશ્યલ મીડિયા પર રિલ્સ, સ્ટોરી, સ્ટેટ્સ માટે લોકો જોખમી વિડીયો બનાવી પોતાના અને અન્યોના જીવ જોખમમાં મુક્તા હોવાની અનેક ઘટનાઓ ઘટી છે.


ત્યારે આવો જ જોખમી સ્ટંટબાજીનો વિડીયો અંકલેશ્વર જીઆઇડીસીમાંથી સામે આવ્યો હતો. વાયરલ થયેલા આ વીડિયોમાં 6 નબીરા ગાડીની ચારે વિન્ડોમાંથી અડધા બહાર ડોકયા કરી રહ્યાં છે. જ્યારે બે યુવાનો રૂફટોપમાંથી બહાર નીકળી આ જોખમી સ્ટંટ કરતા હોવાનું વીડિયોમાં જણાઈ રહ્યું છે.

વિડીયોમાં કાર ચલાવનાર પણ ડ્રાઈવર વિન્ડોમાંથી અડધો બહાર નીકળી રાતે માર્ગ પર કાર હંકારી રહ્યો છે. આ જોખમી વિડીયો વાયરલ થયા બાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ હરક્તમાં આવી આવી હતી અને કાર માલિક કોણ છે અને આ યુવાનો કોણ છે તેની તપાસમાં જોડાઈ હતી આખરે અંકલેશ્વર પોલીસને આ 6 યુવકીઓની ઓળખાણ થઈ જતાં 6 સ્ટંટબાજોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે...

Latest Stories