અંકલેશ્વર : દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસના દરોડા, રૂ. 12.87 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોની ધરપકડ...

New Update
અંકલેશ્વર : દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસના દરોડા, રૂ. 12.87 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોની ધરપકડ...

જૂના કાંસીયા અને માંડવા ગામની સીમમાં પોલીસના દરોડા

4 હજાર 900 લિટર વોશ સહિત 600 લિટર દેશી દારૂ જપ્ત

રૂ. 12.87 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોની કરાય ધરપકડ

ભરૂચ જીલ્લામાં દારૂની રેલમછેલમ અટકાવવા માટે જિલ્લા પોલીસ રાત-દિવસ પેટ્રોલીંગ કરી દારૂનું દૂષણ અટકાવવા સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે દિવાળીના તહેવાર ટાણે જ અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા હતા. પોલીસે જૂના કાંસીયા અને માંડવા ગામની સીમમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી સ્થળ પરથી 4 હજાર 900 લિટર વોશ અને 600 લિટર દેશી દારૂ તેમજ ઇકો કાર, ટ્રેક્ટર ટ્રૉલી, બાઇક, મોપેડ સહિત 4 વાહનો મળી કુલ રૂ. 12.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ જૂના કાંસીયા અને માંડવા ગામની સીમમાં રહેતા 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: વાલિયાથી વાડીને જોડતા મુખ્યમાર્ગ પર વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહારને અસર

ભરૂચના વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

New Update
sdhgifg

ભરૂચના વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

છેલ્લા 4 દિવસથી ભરૂચના વાલિયા તાલુકામાં અવિરત વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થવાનો ઘટનાઓ સામે આવી છે ત્યારે વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થયું છે.જેને પગલે વાહન વ્યવહારને અસર થઈ છે.વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગતરોજ સાંજે વાલિયા પોલીસને જાણ થતાં સ્ટાફ દ્વારા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમરના માર્ગ દર્શન હેઠળ વૃક્ષને માર્ગની બાજુમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.