અંકલેશ્વર: પ્રતિન ઓવરબ્રિજની એંગલ સાથે અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલકની પોલીસે કરી અટકાયત

અંકલેશ્વરમાં સામે આવ્યો હતો અકસ્માતનો બનાવ, પ્રતિન ઓવરબ્રિજની એંગલ સાથે ભટકાયો હતો ટેમ્પો.

New Update
અંકલેશ્વર: પ્રતિન ઓવરબ્રિજની એંગલ સાથે અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલકની પોલીસે કરી અટકાયત

અંકલેશ્વર GIDCમાં આવેલ પ્રતિન ઓવર બ્રિજ સાથે નશામાં ધૂત આયશર ટેમ્પો ચાલકે અકસ્માત સર્જતાં ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવી હતી આ મામલામાં પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

ઉદ્યોગ વસાહતમાં પસાર થતા વાહનો માટે પ્રતિન ઓવરબ્રિજની બાજુમાં હાઇવે નંબર 48 સાથે જોડાવા સર્વિસ રોડ આપેલ છે. તેમ છતા સાંજના સુમારે નશામા ધૂત આયશર ટેમ્પો નંબર GJ 21 W 7754ના ચાલક શ્યામ નારાયણનાઓએ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે આયશર ટેમ્પો હંકારી લાવી મોટા વાહનોને પ્રતિબંધિત પ્રતિન ઓવર બ્રિજની એંગલ સાથે ધડાકાભેર ટકરાયો હતો.

જેને લઈ લોખંડની એંગલ એન સાઈડ પર અટકી જતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા. ઘટનાને પગલે લાંબો ટ્રાફિકજામ સર્જાતા પોલીસ પણ દોડતી થઇ હતી અને ટેમ્પો ચાલકની અટકાયત કરી વાહન ડિટેન કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisment