Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ ગામે મતદાન જાગૃતિ અંગેની રેલી યોજાય

અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ ગામે મતદાન જાગૃતિ અંગેની રેલી યોજાય
X

ભરૂચ જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતુ.

ભરૂચ લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે.

૧૫૪-અંકલેશ્વરમાં સમાવિષ્ટ મતદાન મથક બોરભાઠા બેટ-૨(જુના) ખાતેના બી.એલ.ઓ દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ગામમાં મતદાન જાગૃતિની રેલીનું /મતદાનના સ્લોગનના પોસ્ટર સહિત આયોજન કરવામાં આવ્યુ અને નવા નોંધાયેલ મતદારો અને ગ્રામજનોને લોકસભાના આ પર્વમાં સૌ મતદાન કરે અને કરાવડાવે તે અંગેના શપથ લેવડાવામાં આવ્યા.

Next Story