અંકલેશ્વર : સંસ્કારદીપ વિદ્યાલયની U-14 વોલીબોલ બોય્ઝ ટીમ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ બની વિજેતા..!

કક્ષાની ખેલ મહાકુંભ વોલીબોલ સ્પર્ધામાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયની અંડર-14 ટીમ બોય્ઝ ફાઈનલમાં 5 પોઈન્ટથી આગળ રહી વિજેતા બની છે.

New Update
અંકલેશ્વર : સંસ્કારદીપ વિદ્યાલયની U-14 વોલીબોલ બોય્ઝ ટીમ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ બની વિજેતા..!

ભરૂચ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ વોલીબોલ સ્પર્ધામાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયની અંડર-14 ટીમ બોય્ઝ ફાઈનલમાં 5 પોઈન્ટથી આગળ રહી વિજેતા બની છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની અગ્રીમ હરોળની સંસ્કારદીપ વિધાલયની અંડર-14 ટીમ બોય્ઝ ફાઈનલમાં 5 પોઈન્ટથી આગળ રહી વિજેતા બની છે. જોકે, તમામ સ્પર્ધકોને વિદ્યાલયના પીઈ ટીચર ઇન્દ્રજીતસિંહ રણાએ વ્યૂહાત્મક પ્રેક્ટિસ કરાવતા હતા. જેને લઈને સૌ સ્પર્ધકોમાં જોમ અને જુસ્સો આવી ગયો હતો. ગત શનિવારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શાળામાં જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાય હતી. જેમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના વોલીબોલ અંડર-14 બોય્ઝની ટીમ ખરચની આદિત્ય બિરલા સ્કૂલની ટીમ સામે ફાઈનલમાં આવ્યા હતા. જેમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં 25 પોઈન્ટ અને ખરચની આદિત્ય બિરલા સ્કૂલ ટીમને 20 પોઈન્ટ મળ્યા હતા. જેમાં અંકલેશ્વર સંસ્કારદીપ વિદ્યાલયની ટીમ 5 પોઈન્ટ વધારે મળતાં વિજેતા થઈ હતી. જેમાં ફાઈનલમાં વિજેતા બનેલી અંકલેશ્વર સંસ્કારદીપ વિદ્યાલયને દરેક ખેલાડીને રૂ. ૩ હજાર પ્રમાણે કુલ રૂ. 36 હજારનો રોકડ પુરસ્કાર મળશે. અંકલેશ્વર સંસ્કારદીપ વિદ્યાલયમાં જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં અગ્રેસર રહેતાં આનંદ વ્યાપી ગયો હતો.

Latest Stories