અંકલેશ્વર : શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમીયર ક્રિકેટ લીગ યોજાય, 8 ટીમોએ ભાગ લીધો

યુવાનોની પ્રતિભા ખીલવવા ક્રિકેટ લીગનું આયોજન સૌરાષ્ટ્ર પ્રીમીયર ક્રિકેટ લીગમાં 8 ટીમોએ ભાગ લીધો

New Update
અંકલેશ્વર : શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમીયર ક્રિકેટ લીગ યોજાય, 8 ટીમોએ ભાગ લીધો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જીઆઇડીસીમાં આવેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ખાતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના ઉપક્રમે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની જીઆઇડીસીમાં આવેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ખાતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 8 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે પાટીદાર પટેલ સમાજના યુવાનોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આજરોજ આ ટુર્નામેન્ટની લીગ મેચો રમાઈ હતી, જ્યારે આવતી કાલે સેમી ફાઇનલ તેમજ ફાઇનલ મેચનું આયોજન કરાયું છે. આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન મુકેશ ચોવટીયા જણાવ્યું હતું કે, સમાજના ઉભરતા યુવાનોની પ્રતિભા ખીલવવા ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરાયું છે. આ ટુર્નામેન્ટના આયોજનમાં ટ્રસ્ટના પ્રમુખ વિનોદ પાદરીયા, ઉપપ્રમુખ પંકજ અંતાલા, મંત્રી રાજેશ દુધાત સહીતના હોદેદારોએ ખૂબ જ જહેમત ઉઠાવી છે.

Read the Next Article

ભરૂચ: ફલશ્રુતિ નગર સ્થિત લાયન્સ હોલમાં તસ્કરો ત્રાટકયા, રૂ.40 હજારના સામાનની ચોરી

તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર,માઈક સહિત પાણીના નળ, સિલિંગ ફેન મળી કુલ 40 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા

New Update
  • ભરૂચમાં તસ્કરોનો તરખાટ

  • લાયન્સ હોલને બનાવ્યો નિશાન

  • ફલશ્રુતિ નગરમાં આવેલો છે હોલ

  • રૂ.40 હજારના માલમત્તાની ચોરી

  • એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના ફલશ્રુતિ નગર વિસ્તારમાં આવેલ લાયન્સ ક્લબના હોલમાંથી તસ્કરો ઇલેક્ટ્રિક સામાન મળી કુલ રૂ.40 હજારના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચના ફલશ્રુતિ નગર પામલેન્ડ હોસ્પિટલ પાસે લાયન્સ કલબ સંસ્થાનો હોલ આવેલ છે.જે હોલને ગત તારીખ-22મી જુનના રોજથી 23મી જુનના રોજ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યો હતો.તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર,માઈક સહિત પાણીના નળ, સિલિંગ ફેન મળી કુલ 40 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ અંગેની જાણ થતા જ સંસ્થાના હોદ્દેદારો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.