અંકલેશ્વર : 1008 નારિયેળમાંથી બનેલા 14 ફૂટ ઊંચા શિવલિંગના દર્શન કરી શિવભક્તો ધન્ય બન્યા...

આજે મહાશિવરાત્રી નિમિત્તે ભરૂચ જિલ્લાના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ ઉમટી હતી,

અંકલેશ્વર : 1008 નારિયેળમાંથી બનેલા 14 ફૂટ ઊંચા શિવલિંગના દર્શન કરી શિવભક્તો ધન્ય બન્યા...
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે 1008 નારિયેળમાંથી બનેલા 14 ફૂટના શિવલિંગને દર્શનાર્થે મુકવામાં આવ્યું હતું.

આજે મહાશિવરાત્રી નિમિત્તે ભરૂચ જિલ્લાના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ ઉમટી હતી, ત્યારે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ જલધારા ચોકડી નજીક વરદાની ભવન ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં 1008 નારિયેળમાંથી બનેલા 14 ફૂટના શિવલિંગને દર્શનાર્થે મુકવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ નારિયેળમાંથી બનેલા શિવલિંગના દર્શન કરીને દર્શન ધન્યતા અનુભવી હતી. બ્રહ્મકુમારીઝના અનિલા દીદીએ જણાવ્યુ હતું કે, ભગવાન શિવના દર્શન કરી સૌભક્તો ધન્ય બન્યા છે. પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા અવારનવાર વ્યશનમુક્તિના કાર્યક્રમો યોજી લોકોને ધાર્મિકતા તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સાથે જ આજના પવિત્ર પર્વ મહાશિવરાત્રી નિમિત્તે ધર્મપ્રેમી જનતાને પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શુભકાનાઓ પાઠવવામાં આવી હતી.

#Gujarat #CGNews #Ankleshwar #Shiva devotees #Mahashivrati #Shivalinga
Here are a few more articles:
Read the Next Article