અંકલેશ્વર : ફિકોમ ચોકડી નજીક 2 મોર-એક ઢેલનો મૃતદેહ મળી આવતા ચકચાર, વન વિભાગ દોડતું થયું

GIDC વિસ્તારમાં આવેલ ફિકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં 2 મોર અને એક ઢેલનો દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
અંકલેશ્વર : ફિકોમ ચોકડી નજીક 2 મોર-એક ઢેલનો મૃતદેહ મળી આવતા ચકચાર, વન વિભાગ દોડતું થયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ફિકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં 2 મોર અને એક ઢેલનો દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ફિકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં મોરને દાટવામાં આવ્યો હોવાની બાતમીના આધારે વન વિભાગે તપાસ શરૂ કરી હતી, ત્યારે બાતમીવાળી જગ્યા પર ખોદકામ કરવામાં આવતા વન વિભાગને 2 મોર અને એક ઢેલનો જમીનમાં દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, મોર અને ઢેલના મૃતદેહનો નિકાલ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક શંકા વન વિભાગ સેવી રહ્યું છે, ત્યારે હાલ તો વનવિભાગે મોર અને ઢેલના મૃતદેહનો કબજો મેળવી મોત પાછળનું કારણ શોધવા પ્રયાસ શરૂ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નજીકના દિવસોમાં ચોમાસાની ઋતુના આગમન સાથે મોરના ટહુકાનો મધુર અવાજ વાતાવરણને પ્રફુલ્લીત બનાવતો હોય છે, ત્યારે રાષ્ટ્રીયપક્ષી મોરના મોતથી પ્રકૃતિ પ્રેમીઓમાં પણ શોકની લાગણી છવાઈ હતી.