/connect-gujarat/media/post_banners/281c51d617436894beef5cebea41233ee534501fb1863b96168d9a10a66c751c.jpg)
બોઈદ્રા ગામની 55 વર્ષીય મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો
પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો પોલીસ સમક્ષ વિસ્ફોટ
પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યારા પતિની કરી છે ધરપકડ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના બોઈદ્રા ગામની 55 વર્ષીય મહિલાનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. મળતી માહિતી અનુસાર, 55 વર્ષીય ઉર્મિલા ઓઢ 2 દિવસ પૂર્વે ઘરેથી ગુમ થઇ ગયા હતા. તેમના પરિવારજનો 2 દિવસથી તેમની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન આંબોલી ગામની પ્રાથમિક શાળા પાછળ બોઈદ્રા ગામની હદમાંથી દુર્ગંધ મારતો ઉર્મિલા ઓડનો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતક મહિલાના શરીર ઉપર ગંભીર ઈજા હોવાના કારણે તેમજ ગળાના ભાગે ઈજાના નિશાનો દેખાતા મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી પોલીસે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન મહિલાના પતિની શંકાસ્પદ હિલચાલના કારણે તેની પૂછપરછ કરતા પત્ની ઉર્મિલાની હત્યા પતિએ જ મારામારીમાં કરી હોય તેવું બહાર આવ્યું હતું. મૃતક પત્ની પતિ ઉપર ખોટી શંકાના કારણે બન્ને વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ ઉશ્કેરાઈ જઈ પત્નીને માર મારતા તે મોતને ભેટી હોવાની કબુલાત આપી હતી. પોલીસે મહિલાની હત્યાનો ભેદ ઉકેલી હત્યારા પતિની ધરપકડ કરી જેલને હવાલે કર્યો હતો.