ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક પાનોલી ખાતે જનસેવા એજ પ્રભુસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠ પૂજા મહોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
છઠ પૂજા એટલે પ્રકૃતિની પૂજા, છઠ પૂજામાં કુદરત અને તેના વિવિધ તત્વોની પૂજાનું વિશેષ મહત્વ રહ્યું છે. છઠ પૂજામાં કોઈ દેવી-દેવતાની મૂર્તિ કે, તસવીરની પૂજા કરવામાં આવતી નથી. પરંતુ આ પર્વમાં ઉગતા અને આથમતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. જળને પણ સૂર્ય જેટલું મહત્વ આપીને તેની વિશેષ પૂજા કરવામાં આવે છે. છઠ પૂજા મહાપર્વની ઉજવણી માટે મહિલાઓ માટેના નહાય ભોજનનો અનેરો મહિમા પણ રહ્યો છે. બિહાર જેવા ઉત્તર ભારતીય રાજ્યોમાં છઠ પૂજાનો માહોલ છવાયો છે. છઠ પૂજા ઉત્સવની શરૂઆત નહાય ખાય સાથે થાય છે. જે આ વર્ષે એટલે કે, 17મી નવેમ્બર છે. આ દિવસે સૂર્યોદય 06.45 વાગ્યે થશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 05.27 કલાકે થશે. નહાય ભોજન સાથે જ આ છઠ પૂજા નામક મહાપર્વની શરૂઆત થાય છે. છઠ પૂજાના માહાત્મ્ય અને વિશેષતાઓને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વર નજીક પાનોલી ખાતે જનસેવા એજ પ્રભુસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠ પૂજા મહોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. જે સ્થળે પૂજા અર્ચન કરવામાં આવનાર છે, ત્યા સાફ સફાઈ સહિત મંડપ તેમજ સમયસર પૂજા વિધિ સંપન્ન થાય તે માટે જનસેવા એજ પ્રભુસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખડેપગે તૈનાત રહી તૈયારીઓ કરવામાં આવી રહી છે.