અંકલેશ્વર : માં શારદા ભવન હોલ ખાતે તક્ષશિલા વિદ્યાલયના રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાય...

શહેરના માં શારદા ભવન હોલ ખાતે નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયના રજત જયંતિ મહોત્સવની દ્વિદિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
અંકલેશ્વર : માં શારદા ભવન હોલ ખાતે તક્ષશિલા વિદ્યાલયના રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાય...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માં શારદા ભવન હોલ ખાતે નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયના રજત જયંતિ મહોત્સવની દ્વિદિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના નર્સરીથી ધો. 12ના 900થી વધુ વિદ્યાર્થીઓએ રંગારંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

અંકલેશ્વરના નવા બોરભાઠા ગામ સ્થિત તક્ષશિલા વિદ્યાલયના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતી મહોત્સવ નિમિત્તે દ્વિ દવસીય મહોત્સવની ભવ્ય ઉજવણી માં શારદા ભવન હોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા, પીઆઈ બી.એલ.મહેરીયા તથા ન.પા. માજી પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન સહિત વિશેષ મેહેમાનોની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે શાળા વિષે વાત કરતા જણાવ્યું કે, નાનકડા બીજમાંથી આજે આ શાળા વટવ્રુક્ષ બનીને પોતાની સફળતા હાસલ કરી છે. આવનાર વર્ષોમાં પણ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતા રહેશે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. રજત જયંતિ મહોત્સવમાં વિશેષ હાજરી આપનાર શાળાના માજી વહીવટદાર રસીલા કુંભાણી, માજી આચાર્ય એવા જશવંત પરમારે પોતાના શાળા સાથેના સંસ્મરણો વ્યક્ત કરતા શાળામાં ખરેખર પરિવાર ભાવના આજે પણ એ જ દિવસો જેવી રહી છે, તેમ જણાવતા પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. રજત જયંતિ નિમિતે સમાજમાં વિશેષ મેસેજ પહોચે તે હેતુસર શાળાના 900થી પણ વધુ વિદ્યાર્થીઓએ વિવિધ થીમ આધારિત સાસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. જેમાં વુમન એમ્પાવરમેન્ટ, ભારતનો ખેડૂત, રામાયણ, મહાભારત, સોશ્યલ મીડિયા, યોગ શિક્ષા, કરાટે, આદિવાસી ડાંગી નૃત્ય, દેશભક્તિ ગીતો સહિત બોલીવુડ ડાન્સ સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Latest Stories