Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : શ્રી સૌરાષ્ટ્ર લુહાર-સુથાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરાય...

શ્રી સૌરાષ્ટ્ર લુહાર-સુથાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર તેમજ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર-સુથાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર તેમજ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિન્દુ ધર્મ મુજબ વિશ્વનું નિર્માણ કાર્ય ભગવાન વિશ્વકર્માએ કર્યું છે. ભગવાન નરનારાયણના અંશાવતાર તરીકે ઓળખાતા વિશ્વકર્માના પ્રાગટ્ય અંગે કોઇ જાણી શક્યું નથી. પરંતુ પ્રતિ વર્ષ માગશર (માઘ) સુદ તેરસના દિવસે ભગવાન વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે. આર્ય વાસ્તુ પરંપરાના પ્રથમ આચાર્ય એવા ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ કારીગર વર્ગ માટે ખાસ મહત્વ ધરાવે છે, ત્યારે આજે તા. 22 ફેબ્રુઆરીએ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર-સુથાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર તેમજ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છીક રક્તદાતાઓએ અંદાજે 75 જેટલા યુનિટ બ્લડ એકત્ર કરવા સાથે ભગવાન વિશ્વકર્માની વિશેષ પૂજા અને સ્નેહ મિલન સમારોહના સહભાગી થયા હતા. આ પ્રસંગે લુહાર-સુથાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળના આગેવાન વિપુલ રાઠોડ, ભાર્ગવ પરમાર, કલ્પેશ પરમાર, હિતેન ઉમરાડીયા

Next Story