અંકલેશ્વર: ભાજપ દ્વારા પરીક્ષા પે ચર્ચા અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત

અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પરીક્ષા પે ચર્ચા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર: ભાજપ દ્વારા પરીક્ષા પે ચર્ચા અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત
New Update

અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પરીક્ષા પે ચર્ચા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વર્ષ ૨૦૧૮થી વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને પોતાના અનુભવ વહેંચી વિદ્યાર્થીઓને તણાવમુકત પરીક્ષા આપવા માટે પ્રોત્સાહન આપે છે.ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ અંગે જનજાગૃત્તિ લાવવાના અને વિદ્યાર્થીઓને “એકઝામ વોરિયર્સ” પુસ્તકનો પરીચય કરાવવા અર્થે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ પરીક્ષાપે ચર્ચા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં અંકલેશ્વરની વિવિધ શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખિત પુસ્તક ‘એકઝામ વોરિયર્સ' તથા શુભેચ્છાના પ્રતિકરૂપે 'પુસ્તક પ્રેરણાનું પ્રભાત’ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહીતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

#Gujarat #ConnectGujarat #BeyondJustNews #Ankleshwar #BJP #winners #Pariksha Pe Charcha #Drawing competition #felicitated
Here are a few more articles:
Read the Next Article