/connect-gujarat/media/post_banners/fb2b10b9a238617eaa45acd15839106805d3dd21f55e347deedfea69e2b98a56.jpg)
અંકલેશ્વરના શારદા ભવન ખાતે નારી સંમેલન યોજાયું હતું.જેમાં મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધી નગર દ્વારા મહિલાઓમા નારી અદાલતની સમજ મહિલા વિષયક તમામ યોજનાની માહિતી આપી શકાય તે હેતુથી ભરુચ જિલ્લા પંચાયત મહિલા બાલ અને યુવા પ્રવૃતિ સમિતિના અધ્યક્ષ ભાવના વસાવાની અધ્યક્ષતામાં અંકલેશ્વરના શારદા ભવન ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓને 181 મહિલા હેલ્પ લાઇન,અત્યાચાર સહિતની માહિતી આપવામાં આવી હતી.આ નારી સંમેલનમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ તેમજ ઉપ પ્રમુખ ચીમન વસાવા સહિત આમંત્રિતો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.