/connect-gujarat/media/post_banners/a7f4d506e38754fd4f05c02d16ae327c44da047f704035826b9d00f3fa1fa2e7.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરનો વિદ્યાર્થી જયદિપસિંહ દિલીપસિંહ ચૌહાણએ સમર્ગ ભારતમાં ખૂબ જ કઠિન કહેવાતી ICWAની ફાઇનલ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક સાથે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લા સહિત પરિવારનું ગૌરવ વધાર્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રહેતા વિદ્યાર્થી જયદિપસિંહ દિલીપસિંહ ચૌહાણએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ડીગ્રી હાંસલ કરી છે. અને એમ.કોમમાં તેઓએ સરદાર પટેલ યુનવર્સિટીના ગોલ્ડ મેડલ હાંસલ કરી યુનિવર્સિટીના 66 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ગુણ મેળવ્યા હતા. સાગબારા જેવા ગામડાની સરકારી શાળામાં અભ્યાસ કરી ભારતની સૌથી કપરી કહેવાતી પરીક્ષા પાસ કરીને પ્રેરણા પૂરી પાડી છે. તેઓ ભરૂચ જિલ્લાના પ્રથમ વિદ્યાર્થી છે કે, જેમને CA અને CMA જેવી ડીગ્રી ભરૂચમાં જ અભ્યાસ કરીને ભરૂચનાંસેન્ટરથી જ સૌથી વધારે ગુણ સાથે ઉતીર્ણ કરી હોય, જ્યારે તેઓએ હાલ સુધીમાં 12 ડીગ્રી મેળવી છે. ભણતર સાથે ગણતરના ગુણો તેમની શિક્ષિકા માતા સરોજબેન દ્વારા તેઓને પ્રાપ્ત થયા છે, ત્યારે હવે સમર્ગ ભારતમાં ખૂબ જ કઠિન કહેવાતી ICWAની ફાઇનલ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક સાથે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લા સહિત પરિવારનું ગૌરવ વધાર્યું છે.