Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સંદેશખાલીમાં મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં સામાજિક સમરસતા મંચનું તંત્રને આવેદન...

પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

X

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર

બાળકો-મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસા

સામાજિક સમરસતા મંચ વડોદરા વિભાગનું વિરોધ પ્રદર્શન

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું

અત્યાચારી તમામ દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી

પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં સામાજિક સમરસતા મંચના નેજા હેઠળ મહિલાઓએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી હતી.પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં સામાજિક સમરસતા મંચ વડોદરા વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી હતી.

આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે તાજેતરમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનાના પરિવારો પર અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાનો સામાજિક સમરસતા મંચ સખત વિરોધ કરે છે. છેલ્લાં ઘણા સમયથી અત્યાચારનો આ સીલસીલો યથાવત હતો. બાળકો અને મહિલાઓ સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર, દુષ્કર્મ અને મારામારીની અનેક ઘટનો સામે આવી રહી છે. રાજકીય, આર્થિક અને ધાર્મિક મુદ્દાઓને નિશાન બનાવીને મહિલાઓ અને બાળકો પર અત્યંત નિર્દયી અપમાનજનક ઘટનાઓનો સામાજિક સમરસતા મંચ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

Next Story