Connect Gujarat
ભરૂચ

ભરૂચ-અંકલેશ્વરમાં ભારત વિકાસ પરિષદ આયોજિત ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ કરાયા એનાયત

ભરૂચ અને અંકલેશ્વર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

X

ભરૂચ અને અંકલેશ્વર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ૧૩ શાખાઓ પૈકી ભારત વિકાસ પરિષદ કાર્યરત છે જેના દ્વારા સાંપ્રત સમયમાં યુવા પેઢી ભારતને જાણતી થાય તે માટે ભારત કો જાનો પ્રશ્ન મંચ અંતર્ગત જીલ્લાની વિવિધ શાળાઓ ખાતે ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરતો કાર્યક્રમ ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેઓના હસ્તે ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ નારાયણ વિદ્યા વિહારના આચાર્ય ડો.મહેશ ઠાકરના ઠાકરવાણી-૩ પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના અધ્યક્ષ નરેશ ઠક્કર અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ચાણક્ય વિદ્યાલય ખાતે પણ ભારત કો જાનો પ્રશ્ન મંચ અંતર્ગત યોજાયેલ ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહાનુભાવોના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના ઉપપ્રમુખ ભાસ્કર આચાર્ય,સેવા વિભાગના ઉપપ્રમુખ કે.આર.જોશી,શાળાના ડાયરેકટર રશીલા પટેલ,મનીષા થાનકી,આચાર્ય સુવર્ણા પાટીલ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story