ભરુચ : જંબુસર નગરપાલિકા પ્રમુખ દ્વારા 1.55 કરોડના ઓવરહેડ ટાંકી તથા સંપનું ખાતમુહૂર્ત કરાયું....

જંબુસર નગરમાં પીવાના મીઠા પાણીની સમસ્યા ઘણા સમયથી છે. પરંતુ તેનો આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

New Update
ભરુચ : જંબુસર નગરપાલિકા પ્રમુખ દ્વારા 1.55 કરોડના ઓવરહેડ ટાંકી તથા સંપનું ખાતમુહૂર્ત કરાયું....

ભરૂચના જંબુસર નગરમાં પ્રમુખ અમિષાબેન શાહ દ્વારા આજરોજ અમૃત 2.0 યોજના હેઠળ નગરપાલિકા વિસ્તારમાં 8.50 લાખ લિટરની ઓવર હેડ ટાંકી તથા 10 લાખ લિટરના અંડરગ્રાઉન્ડ સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જંબુસર નગરમાં પીવાના મીઠા પાણીની સમસ્યા ઘણા સમયથી છે. પરંતુ તેનો આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. નગરજનો પીવાના મીઠા પાણીની માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે જંબુસર નગરપાલિકા ઉત્સાહી અને વિકાસના કામોને વેગ આપવા પ્રમુખ અમિષાબેન શાહ દ્વારા આજરોજ અમૃત 2.0 યોજના હેઠળ નગરપાલિકા વિસ્તારમાં 1.55 કરોડના ખર્ચે તૈયાર થયેલ 8.50 લાખ લિટરની ઓવર હેડ ટાંકી તથા 10 લાખ લિટરનો અંડરગ્રાઉન્ડ સંપ ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. વિધી વિદ્વાન બ્રાહ્મણના શાસ્ત્રોકત મંત્રોચાર સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જંબુસર શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ સુરેશભાઈ ખારવા, જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, અલ્પેશભાઈ પટેલ, ઉષાબેન પરમાર,સદર ખાતમુહર્ત પ્રસંગે માજી ઉપ-પ્રમુખ ધર્મેશભાઈ પટેલ,પંકજભાઈ પટેલ, નગરપાલિકા સદસ્યો ,અગ્રણીઓ મહેન્દ્રભાઈ સોની, જીતુભાઈ મકવાણા, ચેતનભાઇ વાઘેલા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

Latest Stories