/connect-gujarat/media/post_banners/ff9be64ff30d8417aa8d52c7157ad0149c65375d91ff2bd26b68cddd79aff060.webp)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરા પર તેના કહેવાતા બનેવી એજ બળાત્કાર કર્યો હોવા બાબતની ફરિયાદ સગીરાની માતાએ નજીકના પોલીસ મથકે લખાવી હતી.
સાળી બનેવીના સંબંધો પર કલંકરૂપ ગણાય એવી આ ઘટના બાબતે મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે નંધાયેલ પોલીસ ફરિયાદ મુજબનો આરોપી અને સંબંધે સગીરાનો બનેવી થતો નેત્રંગ તાલુકાનો રહીશ સતિષ રાજુભાઇ વસાવા નામનો ઇસમ ગત તા.૮ મીના રોજ સવારના સમયે ધો.૧૨ માં અભ્યાસ કરતી આ સગીરાને ઇકો ગાડીમાં બેસાડીને શાળાએ મુકવા જતો હતો, તે દરમિયાન રસ્તામાં સતિષના મનમાં વાસનાનું ભુત સવાર થતાં તેણે સારા નરસાનું ભાન ભુલીને ગાડી રોડની બાજુમાં ઉભી રાખી દીધી હતી અને સગીરાના હાથ બળજબરીથી ઓઢણીથી બાંધી દીધા હતા અને ત્યારબાદ તેણીના કપડા કાઢી નાંખીને બળાત્કાર ગુજાર્યો હતો અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ એમ ધમકી આપી હતી.
આ ઘટના બાદ સગીરાની હાલત બગડતા તેને સારવાર માટે ઝઘડિયા લઇ જવામાં આવી હતી, અને ત્યારબાદ વધુ સારવારની જરુર હોઇ ભરૂચ ખાતે લઇ જવામાં આવી હતી. આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.