Connect Gujarat
ભરૂચ

ભરૂચ: રાજ્ય કક્ષાની બોડી બિલ્ડીંગ ફિઝીક્સ એન્ડ મેન ક્લાસિકની સ્પર્ધામાં 2 સ્પર્ધકો ઝળક્યા

બોડી બિલ્ડીંગ ફિઝીક્સ એંડ મેન ક્લાસિકની સ્પર્ધામાં ભરૂચના બે સ્પર્ધકો ઝળકી શહેરનું નામ રોશન કર્યું

ભરૂચ: રાજ્ય કક્ષાની બોડી બિલ્ડીંગ ફિઝીક્સ એન્ડ મેન ક્લાસિકની સ્પર્ધામાં 2 સ્પર્ધકો ઝળક્યા
X

ગુજરાત રાજ્ય કક્ષાની બોડી બિલ્ડીંગ ફિઝીક્સ એંડ મેન ક્લાસિકની સ્પર્ધામાં ભરૂચના બે સ્પર્ધકો ઝળકી શહેરનું નામ રોશન કર્યું ભરુચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ફિટનેશ ફસ્ટ જિમના સંચાલક જિગ્નેશ રાજપૂતના માર્ગ દર્શન હેઠળ ભરુચ જિલ્લા,સાઉથ ગુજરાત અને ગુજરાત રાજ્ય કક્ષાની બોડી બિલ્ડીંગ ફિઝીક્સ એંડ મેન ક્લાસિકની સ્પર્ધામાં વિપુલ ગોહિલ અને અંકિત રાવલએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં 60થી 65 કેટેગરીમાં પ્રથક ક્રમે વિજેતા બન્યા હતા અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ પણ મેળવ્યો હતો.

આ ત્રણેય બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં બંને સ્પર્ધકોએ શ્રેષ્ઠ દેખાવ કરી ભરુચ શહેર અને જિલ્લાનું નામ રોશન કર્યું હતું જે બંને સ્પર્ધકોને જીમના સંચાલક અને મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે ભરૂચના શકિતનાથ અને ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ફિટનેસ ફર્સ્ટ જીમ ને સંચાલક જીજ્ઞેશ રાજપૂતના માર્ગદર્શન હેઠળ ભરૂચના બેસ્ટ જીમનો ખિતાબ એનાયત કરાયો છે અને આ જીમના સ્પર્ધકોએ ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ટ્રોફી અને મેડલ જીતી જિલ્લા ને ગૌરવ અપાવ્યું છે.

Next Story