/connect-gujarat/media/post_banners/e7834b837d6e49dbb2c448608ad3d7651ac5bd21b491222e6c73e923b12b1255.webp)
વર્ષના અંતિમ દિવસે ભરૂચ જિલ્લાના વહાલું ગામ પાસે રિક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં સરનાર ગામના બે વ્યક્તિના કરુણ મોત નિપજ્યા હતું.હાલમાં નવો બનેલ ભરૂચ થી દેરોલ નો માર્ગ એકસીડન્ટ ઝોન સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં આ માર્ગ ઉપર સર્જાયેલ બે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ગતરોજ નાઈટ શિફ્ટ માંથી આવી રહેલ એક યુવાનનો ટેન્કર સાથે ધડાકાભેર અકસ્માત થતાં તેનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. જે બાદ આજરોજ બપોરના સમયે ભરૂચ દેરોલ માર્ગ ઉપર સરનાર ગામના બે વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા છે. ઘટના સ્થળની માહિતી મુજબ રિક્ષામાં સવાર બે જણા ભરૂચ થી જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવતી હ્યુન્ડાઇ ની ગાડી એ તેઓ સાથે ધડાકાભેર અકસ્માત કરતા રીક્ષા નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને રીક્ષામાં સવાર રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કરણુ મોત નીપજ્યું હતું જ્યારે રીક્ષામાં સવાર અન્ય એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક 108 ની સેવા વડે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ પણ દમ તોડ્યો હતો. મૃતક રીક્ષા ચાલક સરનાર અલ્તાફ મોહમ્મદ હસન અને શરીફા બેન પટેલ હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં નવીકરણ થયેલ દેરોલ થી ભરૂચ સુધીના માર્ગ પર ત્રણ દિવસમાં બે અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે ત્યારે વાહલું ગામ ના ડેપ્યુટી સરપંચ સોહેલ પટેલે આ નવા મુખ્ય માર્ગ પર બમ્પ મુકાવામાં આવે તે અત્યંત જરૂરી છે તેવી રજૂઆત પી ડબલ્યુ ડી વિભાગ માં કરી છે. તો સામાજિક આગેવાન અબ્દુલ કામઠી એ જણાવ્યું હતું કે આગામી 48 કલાકમાં જો ભરૂચ દેરોલ માર્ગ ઉપર આવતા ગામોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો જલદ રસ્તા લોકો આંદોલન કરવામાં આવશે.