ભરૂચ : રાજપારડી નજીક સર્જાયા 2 અલગ અલગ અકસ્માત, કોઈ જાનહાનિ નહીં...

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક SOUને જોડતા માર્ગ ઉપર ભૂડવા ખાડી પાસે 2 અલગ અલગ અકસ્માતો સર્જાયા હતા.

New Update
ભરૂચ : રાજપારડી નજીક સર્જાયા 2 અલગ અલગ અકસ્માત, કોઈ જાનહાનિ નહીં...

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક SOUને જોડતા માર્ગ ઉપર ભૂડવા ખાડી પાસે 2 અલગ અલગ અકસ્માતો સર્જાયા હતા. જેમાં એક અકસ્માતમાં હાઇવા ટ્રક અને બીજી ઘટનામાં ફોર વ્હીલ ટેમ્પોનો અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, રાજપીપલા તરફથી આવતો ફોરવ્હીલ ટેમ્પો અંકલેશ્ર્વર તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન રાજપારડી નજીક ભૂડવા ખાડી પાસે ફોરવ્હીલ ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કે, અન્ય કોઈ કારણસર ટેમ્પો પલટી ખાઇ ગયો હતો, ત્યારે ટેમ્પોમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ થતા ખાનગી વાહનમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, અન્ય એક અકસ્માત રાજપાડી તરફથી ઝઘડિયા તરફ જઈ રહેલી રેતી ભરેલી ટ્રકને નડ્યો હતો. ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી. જેમાં ચાલકને નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે બન્ને અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નહીં સર્જાતા મોટી દુર્ઘટના ટળી હતી. જેથી લોકોએ રાહત અનુભવી હતી.

Latest Stories