Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પંડિત ઓમકારનાથ હોલ ખાતે 3 દીકરીઓએ શાસ્ત્રીય નૃત્ય આરંગેત્રમ રજૂ કર્યું, શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ હોલ ખાતે ભરૂચની 3 દીકરીઓએ "આરંગેત્રમ" રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

X

ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ હોલ ખાતે ભરૂચની 3 દીકરીઓએ "આરંગેત્રમ" રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફલશ્રુતિરૂપે યોજાતો દીક્ષા સમારંભ એટલે આરંગેત્રમ, સૌ પ્રથમવાર રંગમંચ પર જાહેરમાં નૃત્યકારનું પદાર્પણ તે વખતે થાય છે. આરંગેત્રમ પ્રસંગે ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિષ્ય તેને પુષ્પ, ફળ તથા ગુરુદક્ષિણા અર્પણ કરે છે, તથા ગાયકવૃંદનું અભિવાદન કરે છે. વિદ્વાનો તથા તજજ્ઞોની હાજરીમાં કલાકાર પોતાની નિપુણતા પ્રસ્તુત કરે છે. ભરૂચની વિપુલ પટેલ પરિવાર, કૈલાશ ચૌધરી પરિવાર તેમજ પ્રશાંત વાટલીયા પરિવારની 3 દીકરીઓ ૠતુ, પ્રાચી અને દુર્વાએ પંડિત ઓમકારનાથ હોલ ખાતે વરિષ્ઠ ગુરુજનો ઉપસ્થિત મહેમાનો તેમજ પોતાના પરિવાર સમક્ષ આરંગેત્રમ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે વિશેષ પર્યાવરણ વિદ અને સમાજ સેવિકા નૈરુતિ શાહ વિશેષ ઉપસ્થિત રહી ત્રણેય દીકરીઓનું આરંગેત્રમ નિહાળ્યું હતું.

Next Story