Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જિલ્લાના 4 મહિલા અને 4 યુવા ખેલાડીઓની ગુજરાત ક્રિકેટમાં થઈ પસંદગી

X

ભરૂચ જિલ્લામાંથી 4 મહિલા અને 4 યુવાન ખેલાડીઓની ગુજરાત ક્રિકેટમાં પસંદગી થઈ છે.

ભરૂચ જિલ્લામાંથી પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન વર્ષોથી કાર્યરત છે. ત્યારે હવે વર્ષોની મહેનત રંગ લાવી છે, આજે જિલ્લાના 4 મહિલા અને 4 યુવાન ખેલાડીની ગુજરાત ક્રિકેટમાં પસંદગી પામી છે. જિલ્લાના રાજ્ય ક્રિકેટ ટીમમાં અંડર 19 માં સ્મિત પટેલ, સ્વપ્નિલ ભાવસર, અંડર 23માં આકાશ પાંડે, ચિન્મય પટેલ, જ્યારે સિનિયર વુમન ટીમમાં મુસ્કાન વસાવા અને અંડર 19 ટીમમાં મહેક કાલીવાલા, મહેક મોદી અને વેલીસા પટેલ સિલેક્ટ થયા છે. આઠેય ખેલાડીઓનો ઉત્સાહ વધારવા રાખેલી ખાસ મિટિંગમાં જિલ્લા ક્રિકેટ એસો. ના પ્રમુખ દુષ્યંત પટેલ, મંત્રી ઇસ્તાક પઠાણ, ખજાનચી કીર્તિ શાહ, ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર, સહમંત્રી વિપુલ ઠક્કર, સોક્ત જિનવાલાએ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા.

Next Story