ભરૂચ : પારખેત ગામ નજીક બાવા રૂસ્તમ દરગાહના 612મા ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરાય...

પારખેત ગામ નજીક આવેલી બાવા રુસ્તમ ર.અ.ની દરગાહ શરીફ પર ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

New Update
ભરૂચ : પારખેત ગામ નજીક બાવા રૂસ્તમ દરગાહના 612મા ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરાય...

ભરૂચ તાલુકાના પારખેત ગામ નજીક આવેલી બાવા રુસ્તમ ર.અ.ની દરગાહ શરીફ પર ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દરગાહ શરીફના સંચાલકો દ્વારા દરગાહને ઝાકમજોર રોશનીથી શણગારવામાં આવી હતી.

પારખેત ગામ નજીક આવેલી બાવા રુસ્તમ દરગાહ શરીફના સંદલ શરીફની ઉજવણી કરાઈ હતી. આ સાથે ફાતેહા ખ્વાની અને સલાતો સલામ પેશ કરવામાં આવી હતી. દેશ અને દુનિયામાં અમન અને શાંતિ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. સંદલ શરીફ તેમજ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. શ્રદ્ધાળુઓએ પણ દરગાહ શરીફ પર પુષ્પો અર્પણ કરી દુઆ ગુજારી હતી. ઉર્ષ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ પણ ખડેપગે રહી સેવા પુરી પાડી હતી. દરગાહ શરીફના પ્રાંગણમાં રમકડાં, ખાણી પીણી, મીઠાઈ, નાસ્તાના સ્ટોલ અને મેળો પણ લાગ્યો હતો. ઉર્સ પ્રસંગે નિયાઝનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ઉર્ષના દિવસે રાત્રે કવ્વાલીના પોગ્રામનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દરગાહ શરીફ ખાતે હાજરી આપી ધન્યતા અનુભવી હતી.

Latest Stories