ભરૂચ: સબજેલમાં 7 કેદીઓએ ભેગા મળી કુખ્યાત બુટલેગર પર કર્યો હુમલો, જેલમાં જ અરાજકતાનો માહોલ

New Update
ભરૂચ: સબજેલમાં 7 કેદીઓએ ભેગા મળી કુખ્યાત બુટલેગર પર કર્યો હુમલો, જેલમાં જ અરાજકતાનો માહોલ

ભરૂચની સબજેલમાં જાસૂસીકાંડમાં બંધ નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડાને જેલમાં સાત આરોપી ઓ હુમલો કરી માર મારવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે

ભરૂચ જાસૂસીકાંડમાં નાસતો ફરતો નામચીન બુટલેગર 11 મહિના બાદ પોલીસ પકડમાં આવ્યો હતો.જે હાલમાં ભરૂચની સબજેલમાં બંધ છે.ત્યારે સબજેલના ઈન્ચાર્જ જેલર છત્રસિંહ વસાવાએ નોંધાવેલી ફરિયાદ જણાવ્યું હતું કે, મંગળવારે બપોરે ભરૂચ સબજેલને ડ્રગ્સ, રેપ,આંતરરાજ્ય ATM અને સોપારી કિલિંગ ગેંગના 7 આરોપીઓએ હંગામો મચાવ્યો હતો. જેમાં બપોરે 3 વાગ્યાના સુમારે જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન રોજા બેરેક 4 અને 8 માં રહેલા 7 આરોપીઓએ તેઓની કોઈ અદાવત કે ઈરાદો પાર પાડવા બેરેક નંબર એકમાં રહેલા નયન કાયસ્થ ઉર્ફે બોબડા કાયસ્થ પર હુમલો કર્યો હતો. અન્ય કેદીઓ અને જેલ પ્રસાશને વચ્ચે પડી તેઓને છોડાવ્યા હતા. મામલામાં યાસીન ખાલિદ ચોક,નઇમ ઇસ્માઇલ મુસા પટેલ, ઇસ્માઇલ અલી હુસેન મલેક,10 લાખના એમ.ડી.ડ્રગ્સ સાથે પકડાયેલા હિસ્ટ્રીશીટર અને નિવૃત પોલીસ પુત્ર ઇમરાન શોકત ખીલજી, સલમાન મુસ્તાક પટેલ. તેમજ આંતરરાજ્ય ATM તોડતી મેવાતી અને સોપારી કિલિંગ ગેંગના આમિર શાબિર નથ્થું ખાન સાથે આમીન અલ્તાફ પટેલ સામે ગુનો દાખલ કરાવાયો છે. બનાવ અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories