Connect Gujarat
ભરૂચ

ભરૂચ: 8માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ લખ્યુ પુસ્તક, મોરારી બાપુના હસ્તે કરાયુ વિમોચન

ભરૂચ જીલ્લામાં વાલિયા તાલુકાના વાગલખોડ પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૮ની વિધાર્થીની કુમારી અચૅના વસાવા એ માત્ર ૧૩ વર્ષની ઉંમરે લેખિકા બની છે.

ભરૂચ: 8માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ લખ્યુ પુસ્તક, મોરારી બાપુના હસ્તે કરાયુ વિમોચન
X

ભરૂચ જીલ્લામાં વાલિયા તાલુકાના વાગલખોડ પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૮ની વિધાર્થીની કુમારી અચૅના વસાવા એ માત્ર ૧૩ વર્ષની ઉંમરે લેખિકા બની છે. શાળાનું પતંગીયું નામના પુસ્તકનું વિમોચન સંત મોરારી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું.

ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકામાં પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે ધોરણ આઠમા અભ્યાસ કરતી વિદ્યાર્થીની અર્ચનાબેન જીતેન્દ્રભાઈ વસાવા વાર્તા નિર્માણ સ્પર્ધામાં તાલુકા જીલ્લા અને રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો અને શિલ્ડ મેળવ્યા હતા ત્યારે શાળાના મુખ્ય શિક્ષક કાલિદાસ રોહિત અને જશુબેનને દીકરીને વાર્તા લખવા માટે પ્રોત્સાહિત કરી હતી અને અર્ચનાએ ૨૦ જેટલી વાર્તાઓ લખી ત્યાર બાદ આ વાર્તાઓનું પુસ્તક છપાવવામાં આવ્યું. આ પુસ્તક છપાતાં ચિત્રકૂટ એવોર્ડ વિજેતા કાલિદાસ રોહિતને વિચાર આવ્યો કે મારી શાળાની દીકરીનું પુસ્તક મોરારીબાપુના હાથે વિમોચન થાય. તે માટે તેમણે પૂજ્ય મોરારીબાપુનો સંપર્ક કરતાં બાપએ દીકરીને પુસ્તક વિમોચન કરવાની હાં પાડી અને હાલ ધરમપુર ખાંડા ખાતે મોરારી બાપુની કથા ચાલી રહી છે. જ્યાં શાળાનાં મુખ્ય શિક્ષક દિકરી અચૅના જીતેન્દ્રભાઈ વસાવા અને માતા પિતા સાથેએ સ્થળે પહોંચ્યા હતા અને વાગલખોડ જેવા ખોબલા જેવડા ગામની દીકરી સંત મોરારી બાપુના વરદ હસ્તે શાળાનું પતંગિયું નામના પુસ્તકનું વિમોચન કરાયુ હતુ

Next Story