ભરૂચ : લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, ભૂલકાઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી...

ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તાર સ્થિત લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામા આવી હતી.

New Update
ભરૂચ : લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, ભૂલકાઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી...

ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તાર સ્થિત લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામા આવી હતી. જેમાં ભૂલકાઓ દ્વારા વિવિધતાસભર કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તાર સ્થિત લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામા આવી હતી. જેમાં શાળાના ભૂલકાઓ દ્વારા સંસ્કૃતિને ઉજાગર કરતા લોકનૃત્યો, ઈતિહાસની ઝાંખી કરાવતી નૃત્ય નાટિકા, વિવધ રીમીક્ષ સોંગની વિવિધતાસભર કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી, જ્યાં લિટલ ફ્લાવર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમા ભાગ લઇ ઉપસ્થિત તમામનાં દિલ જીતી લીધા હતાં. આ પ્રસંગે નગરસેવક સલીમ અમદાવાદી, શાળાના પ્રમુખ સૈયદ શોકતઅલી, શાળાના આચાર્ય સૈયદ કશીસ, ઇકબાલ હવલદાર, ઈમ્તિયાઝ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને શાળાની કામગીરીને બિરદાવી હતી. સમગ્ર કાર્યકમને સફળ બનાવવા શાળાના સ્ટાફગણ તથા શાળાના વિધાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.