Connect Gujarat
ભરૂચ

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે “સ્પીક ફોર ઇન્ડિયા” અંતર્ગત ડિબેટ કોમ્પીટીશન યોજાય...

લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પીક ફોર ઇન્ડિયાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વર્તમાન મુદ્દાઓ પર વિદ્યાર્થીઓએ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા.

X

ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પીક ફોર ઇન્ડિયાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વર્તમાન મુદ્દાઓ પર વિદ્યાર્થીઓએ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા.

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી અને વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બની રહેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃતિઓ થકી છાત્રોમાં રહેલી ગર્ભિત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયાસશીલ રહેતી હોય છે, જ્યાં દેશ તથા દુનિયામાં પ્રર્વતી રહેલાં વર્તમાન મુદ્દાઓ પર આજની યુવા પેઢીને તેમના વિચારો રજૂ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ભરૂચ જિલ્લા સ્તરીય ડિબેટ કોમ્પીટીશન “સ્પીક ફોર ઇન્ડિયા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓએ વિનામુલ્યે શિક્ષણ, સરકારી શાળાઓ સારી કે, પછી ખાનગી શાળાઓ સહિતના મુદ્દાઓ પર તેમના વિચારો રજૂ કર્યા હતા. “સ્પીક ફોર ઇન્ડિયા”એ ફેડરલ બેન્ક હોર્મિસ મેમોરિયલ ફાઉન્ડેશનની પહેલ છે. જે દિવ્યભાસ્કર સાથે મળીને યુવાઓને પ્લેટફોર્મ પુરૂ પાડી રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના આચાર્ય ડૉ. હસુમતી રાજ અને ડૉ. નિધિ ચૌહાણ તથા સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આ સ્પર્ધામાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓ હવે આગળની સ્પર્ધા માટે પ્રવેશ કરશે.

Next Story