ભરૂચ: એક વિકલાંગ યુવાને સામાન્ય યુવતીનો પ્રેમ ઠુકરાવી પોતાના જેવી જ વિકલાંગ યુવતીને પસંદ કરી !

ભરૂચનું એવું દંપતી જેણે પોતાના 10 વર્ષના લગ્નજીવનમાં પ્રેમ પર ક્યારેય વિકલાંગતા હાવી થવા દીધી નથી ત્યારે આવો જોઈએ અનોખી પ્રેમકથા...

ભરૂચ: એક વિકલાંગ યુવાને સામાન્ય યુવતીનો પ્રેમ ઠુકરાવી પોતાના જેવી જ વિકલાંગ યુવતીને પસંદ કરી !
New Update

ભરૂચનું એવું દંપતી જેણે પોતાના 10 વર્ષના લગ્નજીવનમાં પ્રેમ પર ક્યારેય વિકલાંગતા હાવી થવા દીધી નથી ત્યારે આવો જોઈએ અનોખી પ્રેમકથા...

પ્રેમનો આમ તો કોઈ દિવસ હોતો નથી.છતાં આજનો દિવસ પ્રેમના દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. ભરુચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે. તેમનું માનવુ છે કે, શરીર તો કાલે બળી જવાનું છે.વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે. અમે બંને ભલે દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારેય અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઉભો કર્યો નથી. જ્યારે અમારા લગ્ન થયા ત્યારે બધાને એમ હતું કે, બંને ખોટા લગ્ન કરે છે. લાંબો સમય સુધી ટકશે નહીં પરંતુ આજે અમારા લગ્નને 10 વર્ષ થયા છે અને અમે ખુબ ખુશહાલ જીંદગી જીવી રહ્યા છે.ભરૂચનાં દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવનસંગીની ભારતીનાં લગ્નનાં 10 વર્ષ થયા છે. આ બંનેનાં પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો છે.આજે પ્રેમના દિવસ એવા વેલેન્ટાઈન ડે ના દિવસે દિવ્યાંગ દંપતી મનુભાઈ અને ભારતી બેને એક બીજાને ગુલાબ આપી તેમજ કેક કટીંગ કરી એક બીજાને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી હતી અને પ્રેમના દિવસની ઉજવણી કરી હતી. આજનો યુવાનોને સંદેશ આપતાં બંનેએ જણાવ્યુ હતું કે, જ્યારે વિશ્વાસ હોય ત્યારે જ કોઈ પણ સંબધ ટકે છે. એટલે શારીરીક ખુબી કે ખામી જોવાના બદલે એકબીજાનાં વિચારો જાણી લો.જો તમને એકબીજાના વિચારો ગમશે તો તમે લાંબો સમય સુધી સાથે રહી શકશો. બાકી શારીરીક આકર્ષણ અને 5જીના જમાનામાં જેટલો વહેલો પ્રેમ શરુ થાય છે એટલો જ વહેલો પુરો પણ થઈ જશે. હાલમાં વીજ કંપનીમાં ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટની પોસ્ટ મેળવી એકાઉન્ટની કામગીરી સંભાળે છે અને ભારતી બેન પોતાનો સંગીત પ્રત્યેનો શોખ પૂરો કરી પોતાના 2 સંતાનો સાથે ખુશાલ જિંદગી જીવી લોકોને પ્રેમનો સાચો અર્થ અને કઠિન પરિસ્થિતિનો સામનો કરી પરિશ્રમથી આગળ વધવા માટેની પ્રેરણા પૂરું પાડી રહ્યા છે.

#Bharuch #Gujarat #CGNews #Valentines Day #disabled young man #Love Story #normal girl #disabled girl
Here are a few more articles:
Read the Next Article