ભરૂચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્ત્રી નિકેતન હૉલ ખાતે નેલ આર્ટના ફ્રી સેમિનારનું કરાયું આયોજન.....

જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજની નારીઓ આત્મનિર્ભર અને પગભર બને તે માટે બ્યુટી પાર્લરમાં નેલ આર્ટ માટેનો સેમીનાર યોજાયો

ભરૂચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્ત્રી નિકેતન હૉલ ખાતે નેલ આર્ટના ફ્રી સેમિનારનું કરાયું આયોજન.....
New Update

આજે બ્યુટી જગત માં નેલ આર્ટ ખૂબ વિખ્યાત થયું છે અને આજની યુવા પેઢી નેલ આર્ટ \ને લઈ ખૂબ ઉત્સાહી પણ દેખાતી હોય છે. ત્યારે ભરૂચ જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચની બહેનો માટે નેલ આર્ટ નો ફ્રી સેમિનાર આયોજીત કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં નેલ આર્ટ માટેની વિસ્તૃત જાણકારી વડોદરાના બ્યુટી એક્સપર્ટ અમીષાબેન ઠક્કર અને નેલ આર્ટ એક્સપર્ટ ભાવના પરમાર દ્વારા આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજની નારીઓ આત્મનિર્ભર અને પગભર બને તે માટે બ્યુટી પાર્લરમાં નેલ આર્ટ માટેનો સેમીનાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો.

ભરૂચ શહેરના સોનેરી મહેલ મોતીલાલ વિણબાગની સામે આવેલ સ્ત્રી નીકેતન હોલ ખાતે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાસાબેન ગોસ્વામી માને તથા પ્રમુખ નીતિન માનેના સહયોગથી સેમિનાર યોજવામાં આવ્યો હતો. નેલ ઉપર વિવિધ પ્રકારના રંગ સાથે ડિઝાઇન કેવી રીતે કરી શકાય તે અંગે ટ્રેનિંગ આપવા સાથે સેમીનાર યોજાયો હતો. આમ તો નેલ આર્ટ માટે મોટો ખર્ચ થતો હોય છે, પરંતુ આજની મહિલાઓ અને બહેનો પગભર થાય તે હેતુથી જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખો સેમીનાર યોજી મહિલાઓને પગભર કરવાનો પ્રયાસ કર્યો હતો.

#Bharuch #Jan Hitarth Charitable Trust #જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ #નેલ આર્ટ #nail art #nail art Seminar
Here are a few more articles:
Read the Next Article