ભરુચ જિલ્લાના તલોદરા ગામે છેલ્લા બે ત્રણ દિવસથી રાત્રી દરમિયાન દીપડાની હાજરી જણાતા સ્થાનિકોએ ઝઘડિયા વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ દ્વારા દીપડાની સંભવિત હાજરીવાળા સ્થળની ચકાસણી કર્યા બાદ પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ ગઇ રાત્રી દરમિયાન વનવિભાગે મુકેલ પાંજરામાં એક માદા દીપડી ઝડપાઇ હતી. જાણવા મળ્યા મુજબ આ દીપડી ૧૧ થી ૧૨ મહીના જેટલી ઉંમરની હોવાનો અંદાજ છે. વનવિભાગ દ્વારા આ ઝડપાયેલ માદા દીપડીને ઝઘડિયા ખાતે લાવવામાં આવી હતી. વનવિભાગ દ્વારા આ દીપડીને હવે ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડવામાં આવશે. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી દીપડાઓની વસતિ જણાય આવે છે.ઉલ્લેખનીય છેકે આ વિસ્તારોમાં વધુ પડતાં શેરડીના ખેતરો આવેલા જેને લઈ દીપડાઓ માટે શેરડીના ખેતરો આશ્રયસ્થાન ગણાય છે.
ભરૂચ: ઝઘડિયાના તલોદરા ગામે વનવિભાગે મુકેલ પાંજરામાં દીપડી પાંજરે પુરાઈ
વનવિભાગ દ્વારા આ ઝડપાયેલ માદા દીપડીને ઝઘડિયા ખાતે લાવવામાં આવી હતી
New Update