Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બ્રહ્મકુમારી અનુભૂતિધામ-ઝાડેશ્વર ખાતે એજ્યુકેશન વિંગની બેઠક અને તાલીમ શિબિર યોજાય...

ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 2 દિવાસીય એજ્યુકેશન વિંગની મીટીંગ અને ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : બ્રહ્મકુમારી અનુભૂતિધામ-ઝાડેશ્વર ખાતે એજ્યુકેશન વિંગની બેઠક અને તાલીમ શિબિર યોજાય...
X

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિધામ ખાતે 2 દિવસીય એજ્યુકેશન વિંગની મીટીંગ અને ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં મોબાઇલના યુગમાં શાળા-કોલેજે અભ્યાસ કરવા જતાં બાળકો અને વિદ્યાર્થીઓ ચીડચિડિયા સ્વભાવના થઈ ગયા છે. જેના કારણે તેઓના શિક્ષણ ઉપર પણ મોટી અસર જોવા મળી રહે છે, ત્યારે આવા સમયે બાળકો તેઓના શિક્ષણ પર માઠી અસર ન વર્તાય તે માટે રાજયોગ દ્વારા તેઓ શિક્ષણકાર્ય સરળતા પૂર્વક પાર પાડી શકે અને પરીક્ષામાં પણ સારા પ્રભાવ બતાવી શકે તેવા ઉમદા હેતુથી બ્રહ્માકુમારી માઉન્ટ-આબુ દ્વારા છેલ્લા ઘણા સમયથી અનેક પ્રકારે સમાજના લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જેના ભાગરૂપે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 2 દિવાસીય એજ્યુકેશન વિંગની મીટીંગ અને ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જયપુર ઇન્ટરનેશનલ કોલેજના પ્રોફેસર તથા શિક્ષણ પ્રભાતના રાષ્ટ્રીય કોર્ડિનેટર સહિત ભરૂચ બ્રહ્માકુમારીના સબ ઝોન ઇન્ચાર્જ પ્રભાદીદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તમામ વ્યક્તિઓને એજ્યુકેશન વિંગની માહિતી પૂરી પાડવામાં આવી હતી.

Next Story