Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતીના અધ્યક્ષસ્થાને આજે આયોજન કચેરી સભાખંડ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી.

ભરૂચ: પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ
X

ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતીના અધ્યક્ષસ્થાને આજે આયોજન કચેરી સભાખંડ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. વર્ષ ૨૦૨૪-૨૫ માટે આયોજન મંડળ સમક્ષ રજૂ કરાયેલ વિવિધ વિકાસ કાર્યોની પ્રભારી મંત્રીએ વિગતવાર સમીક્ષા કરતા રૂ.૧૧.૫૦ કરોડનાં કુલ ૫૮૮ કાર્યોને તથા જિલ્લાની ચાર નગરપાલીકાના રૂ.૧ કરોડના ૩૧ કામોની મંજૂરી આપતા આયોજન મંડળ હેઠળના મંજૂર થયેલા કામોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. તમામ વિકાસ કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં તેમણે વર્ષ ૨૦૨૩-૨૪ હેઠળ મંજૂર થયેલા વિવિધ વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વિવિધ સુવિધાઓનો લાભ લોકોને મળી શકે તેમ કહ્યું હતું .આ બેઠકમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ આયોજન મંડળની બેઠકની રૂપરેખા આપી હતી.આયોજન મંડળની આ બેઠકમાં ૧૫% વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂ.૯૩૦.૦૩ લાખના ૧૫ ટકા વિવેકાધીન યોજના હેઠળ તથા ટી.એ એસ.પી જોગવાઈ હેઠળ રૂ.૧૩૭.૨૫ લાખ, તથા એસ.સી.એસ.પી જોગવાઈ હેઠળ રૂ.૫૬.૨૫ લાખના વિકાસના કામોની મંજૂરી આપવમાં આવી છે. આમ, ૧૫% વિવેકાધીન યોજના અંતર્ગત કુલ રૂ.૧૧૨૩.૫૩ લાખના જિલ્લાના વિકાસકીય કાર્યો માટે મંજૂર કરવામાં આવ્યા છે.તદ્ઉપરાંત ૫ ટકા પ્રોત્સાહક યોજના અંતર્ગત પણ રૂ.૨૬.૮૦ લાખની મંજૂરી આપવામાં આવી છે.આમ, ૧૫ ટકા વિવેકાધીન અને ૫ ટકા પ્રોત્સાહક યોજના અમે બંન્ને મળીને કુલ રૂ.૧૧૫૦.૩૩ લાખના વિકાસલક્ષી કાર્યોની મંજૂરી કરવામાં આવી છે. આ કામોમાં સી.સી.રોડ, પેવર બ્લોક, સિંચાઈ, માળખાકીય સુવિધાઓ, ભૂમિ સંરક્ષણ, ગટર, શિક્ષણ, સ્થાનિક વિકાસને લગતા કામોનો સમોવેશ થાય છે.

આ ઉપરાંત વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ અને એટીવીટી જોગાવાઈ હેઠળના વર્ષ:૨૦૨૦-૨૧ થી વર્ષ:૨૦૨૩-૨૪ તેમજ એમપીએલએડીએસ યોજના હેઠળ વર્ષ:૨૦૨૯-૨૦ થી ૨૦૨૩-૨૪ના કામોની માહે ફેબ્રુઆરી-૨૦૨૪ અંતિત પ્રગતિની સમીક્ષા, તુમજ જીઓ-ટેગીગ અને બચત રકમની સમીક્ષા પણ બેઠકમાં કરવામાં આવી હતી.

આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા,ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, રમેશભાઈ મિસ્ત્રી, ડી કે સ્વામી, રીતેષ વસાવા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Next Story