Connect Gujarat
ભરૂચ

ભરૂચ : લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ભાજપ પ્રબંધન સમિતિની બેઠક યોજાય...

ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક મળી હતી.

X

ભરૂચ લોકસભા બેઠકની આગામી ચૂંટણીને લઈ ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક ભરૂચના કોલેજ રોડ સ્થિત ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળી હતી.

ભરૂચના કોલેજ રોડ સ્થિત ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક મળી હતી. આગામી લોકસભાને લઈ કેન્દ્ર અને પ્રદેશની સૂચના મુજબ એક સાથે 26 બેઠકોમાં ભરૂચમાં પણ લોકસભા ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાયો હતો. જે બાદ ભરૂચ લોકસભા બેઠક માટે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાય હતી. આ ચૂંટણી પ્રબંધક સમિતિની બેઠકમાં ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લા, 7 વિધાનસભાના નિયુક્ત હોદેદારો, સંયોજકો, કાર્યકરો સાથે બેઠક યોજી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં નિયુક્તિ, જવાબદારી, પ્રવાસ, સંકલન અને વિવિધ વિભાગોની જાણકારી સહિતની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ આગામી 10 ફેબ્રુઆરીએ વડાપ્રધાન 182 બેઠકો પર વર્ચ્યુઅલ સંબોધન કરનાર હોય તે અંગેની માહિતી આપી હતી. સમગ્ર બેઠકમાં લોકસભા પ્રભારી અજય ચોક્સી, સંગઠન પ્રભારી અશોક પટેલ, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, વિનોદ પટેલ સહિત સંગઠનના હોદેદારો, પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story