ભરૂચ : ઝગડીયા મિત્રએ મિત્રને મગરના મોમાંથી બચાવ્યો.જુઓ સમગ્ર ઘટના શુ બની હતી

ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે મગર હૂમલામાં ઈજાગ્રસ્તને કમલેશ ભીખાભાઈ વસાવાને પગે ગંભીર ઇજાઓ થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો.

New Update

બનાવની મળતી વિગત મુજબ બપોરના સમયે કમલેશભાઇ ભીખાભાઈ વસાવા તેઓના મિત્રો સાથે નર્મદા નદીમાં ન્હાવા ગયેલ હતા. જ્યાં નદીમાં રહેલા મગરે પાછળથી કમલેશ ભાઈ ઉપર મગરે હુમલો કરી પાણીની અંદર ખેંચી ગયો હતો. મગર પાણીમાં ખેંચી જતાં કમલેશ ભાઈ બૂમો પાડતા તેઓના મિત્રો દોડી આવ્યા હતા અને કમલેશ ભાઈ બચાવાના પ્રયત્ન હાથ ધર્યા હતાં. હેમખેમ કરીને મગરના હુમલામાંથી બચાવી લેવાયાં હતાં. પરંતુ કમલેશ ભાઈને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં ભરૂચ સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતો. મગરના હુમલામાં એક ઈસમ પર હુમલાની વાત વાયુવેગે પ્રસરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

Latest Stories