વડોદરા : વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતાં મગરોની વસ્તી ગણતરી હાથ ધરાય, 27 કિમી વિસ્તારમાં 25 ટીમો કામે લાગી...
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરની વસ્તી ગણતરી એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેમજ સ્વચ્છતા અભિયાન માટે ખૂબ જરૂરી છે, ત્યારે તા. 5 અને 6 જાન્યુઆરી એમ 2 દિવસ માટે મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે.